પ્રેસિડેન્ટ બનતાં પહેલાં તેમણે સફળ થવા માટે દસ મુદ્દાનો કાર્યક્રમ આગોતરો તૈયાર રાખ્યો હતો.
અને એ મુદ્દાઓનો તેઓ વ્યવહાર જીવનમાં ઉપયોગ કરતા હતા.
૧. લોકોનાં નામ યાદ રાખવાનું શીખો. એ વિશે બેદરકારી રાખવામાં આવશે તો તમને અન્ય લોકોમાં પૂરતો રસ નથી એવું લાગશે.
૨. સ્વાભાવિક વ્યક્તિ બનો, જેથી બીજા લોકોને તમારી સાથે ભળવામાં મુશ્કેલી પડે નહીં.
૩. રિલેક્સ પ્રકારનો અભિગમ અપનાવો, જેથી મુશ્કેલ પરિસ્થિતિઓમાં તમે ઉત્તેજિત અથવા પરેશાન થશો નહીં.
૪. તમારા અહમ્ને કાબૂમાં રાખો. તમે બધું જ જાણો છો એવી છાપ ન પડવા દો.
૫. લોકોને તમારામાં રસ પડે એવું વ્યક્તિત્વ વિકસાવો, જેથી લોકોને તમારી સાથે સંપર્ક રાખવો ગમશે.
૬. તમારામાં રહેલા (શૂળની જેમ) ભોંકાય એવા અવગુણો દૂર કરો. એવા અવગુણો વિશે તમે પણ કદાચ અજાણ હશો.
૭. તમારામાં અત્યારે હોય કે ભૂતકાળમાં હતી એવી દરેક ગેરસમજણોને નિષ્ઠાપૂર્વક દૂર કરવાની કોશિશ કરો.
૮. તમારામાં લોકોને પસંદ કરવાની સ્વાભાવિકતા ન આવે ત્યાં સુધી એની પ્રેકટીસ કરો.
૯. કોઇની સફળતા માટે અભિનંદન આપવાની એક પણ તક ગુમાવશો નહીં. કોઇના દુઃખ વખતે, હતાશાના સમયમાં સહાનુભૂતિ દર્શાવવાનું ચૂકશો નહીં.
૧૦. લોકોને આધ્યાત્મિક શાન્તિ આપો - અને એ લોકો તમને સાચા દિલથી પસંદ કરવા લાગશે.
કહેવાની ભાગ્યે જ જરૃર હોય કે આ દસ નિયમોનું પાલન કરવાથી મિ. જ્હોનસન અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે સહેલાઇથી ચૂંટાઇ આવ્યા હતા.
www.facebook.com/sameerbhanushali
No comments:
Post a Comment