Tuesday, November 18, 2014

હથોડીઅને ચાવી

માનવ સંબંધો પર એક સરસ વાત !

તાળાની ચાવીઓ બનાવનાર એક સરદારજીની દુકાનમાં એક દિવસ હથોડીઅને ચાવીનવરા પડ્યા.
ઘણા સમય પછી આજે નવરાશ હતી એટલે બંને વાતોએ વળગી.
હથોડી થોડી નિરાશ હોય એવુ લાગ્યુ એટલે ચાવીએ એનું કારણ પુછ્યુ.

હથોડીએ કહ્યુ, " યાર મને એ જવાબ આપ કે આપણા બંનેમાંથી વધુ શક્તિશાળી અને મોટું
કોણ છે?"

ચાવીએ તો તુંરત જ જવાબ આપ્યો,
"આપ જ મારા કરતા મોટા અને શક્તિશાળી છો.
હું તો સાવ નાનકડી છું અને મારામાં લોખંડ પણ બહુ ઓછુ વપરાયુ છે."

હથોડીએ કહ્યુ, " હું તારા કરતા મોટી અને
શક્તિશાળી હોવા છતાય તું જેટલી સરળતાથી તાળાને ખોલી શકે છે એટલી સરળતાથી હું કેમ તાળુ ખોલી શકતી નથી ?

હું તો કેટલી વાર સુધી મહેનત કરું ત્યારે માંડ તાળુ તુટે અને ઘણીવાર તો ગમે એટલી મહેનત પછી પણ તુટતુ નથી."

ચાવીએ હથોડીની સામે સ્મિત😇 આપીને કહ્યુ,
" દોસ્ત, તું તાળાને ઉપરના ભાગે મારે છે અને
હું તાળાની અંદર🔏 જઇને પ્રેમથી એના હદયપર
મારો હાથ ફેરવું છું એટલે એ ખટાક દઇને બહુ
સરળતાથી ખુલી જાય છે."

મિત્રો,
લોકોને ખોલવા હોય તો બહારના પ્રયાસો કરવાથી ન ખુલે એ માટે એની અંદર જઇને(એને પુરી રીતે સમજીને)
એના હદયને પ્રેમથી સ્પર્શવામાં આવે તો ગમે તેવા માણસનું હદય પણ તાળાની જેમ સરળતાથી ખુલી જાય છે.
For Inspirational Articles Click & LIKE :
http://www.facebook.com/sameerbhanushali