જીવતા માબાપ ને સ્નેહ થી સાંભળશો ,
ગુમાવ્યા પછી ગીતાજી સાંભળવા નો શું અર્થ ?
સાથે બેસી જમવા ની ઈચ્છા એમની પ્રેમ થી પુરી કરો ,
પછી ગામ આખા ને લાડવા જમાડવા નો શું અર્થ .?
વહાલ ની વર્ષા કરનારા ને વહાલ થી ભીજવી દેજો ,
ચીર વિદાય પછી આંસુ સારવા નો શું અર્થ ?
ઘર માં બેઠેલા માબાપ રૂપી ભગવાન ને ઓળખી લેજો ,
પછી અડસઠ તીર્થ ફરવા નો શું અર્થ ?
સમય કાઢી વૃદ્ધ વડલા પડખે બેસી લેજો ,
પછી બેસણા માં ફોટા સામે બેસવા – બેસાડવા નો શું અર્થ ?
લાડકોડ પૂરનારા માબાપ ને સદાય હૈયે રાખજો ,
પછી દીવાન ખંડ માં તસ્વીર રાખવા નો શું અર્થ
હયાતી માં જ હૈયું એમનું ઠારી સેવા નું સુખ આપજો ,
પછી ગંગાજળ માં અસ્થી પધરાવવા નો શું અર્થ ?
‘માવતર એ જ મંદિર’ એ સનાતન સમજી રાખજો ,
પછી’ રામ નામ સત્ય છે’ બોલવા નો શું અર્થ ...?...
આપને મારી આ વાત ગમી હોય તો બીજા મિત્રો નેં મોકલી આપજો....
__________________________________________
વડીલોની ઉપયોગિતા વધતી જાય છે...
મોટાની સેવા કરવી, તેમની આજ્ઞાનું પાલન કરવું, બધાંને મદદ કરવી અને બાળકોને પ્રેમ કરવો વગેરે જેવા સંસ્કાર સંતાનને ઘરના વડીલો પાસેથી મળતા હોય છે.
જે ઘરમાં વડીલો હોતા નથી, તે ઘર સંપૂર્ણ ઘર કહેવાતું નથી.
વડીલની ઉંમર સફેદવાળવાળી હોય એ જરૂરી નથી. પંચાવન-સાઇઠ વર્ષની વ્યક્તિ પણ વડીલની શ્રેણીમાં આવી શકે છે.
વૃદ્ધ વ્યકિત ભલે ઓછી સક્રિય થઇ જાય તે છતાં પણ તેમની ઉપયોગિતા ઓછી થતી નથી.
એક સક્રિય વડીલ પરિવારની દેખરેખ અથવા આર્થિક ઉન્નતિમાં સહયોગ કરતા હોય છે, તો ઓછા સક્રિય વૃદ્ધ ઘરના તમામ સભ્યોને ભાવનાત્મક સુરક્ષા આપીને એક માળામાં પરોવી રાખવામાં ઉપયોગી બનતા હોય છે.
વડીલની હાજરીથી પરિવારને કેટલું બધું પ્રાપ્ત થતું હોય છે!
વડીલોથી પરિવારમાં શિસ્ત જળવાય છે, જે બધા સભ્યોના હિતમાં પણ હોય છે.
વડીલોવાળાં ઘરોમાં બાળકો આજ્ઞાંકિત અને મોટાનાં આદર-માન જાળનારાં હોય છે.
જ્યાં પતિ અને પત્ની બંને નોકરી કરે છે, ત્યાં વડીલોની હાજરી ઘણી મદદરૂપ બને છે. તેમની મદદથી નાનાં બાળકોનું પાલન-પોષણ અને તેમનો ભાવનાત્મક વિકાસ સારી રીતે થાય છે.
જે બાળક દાદા-દાદી અથવા નાના-નાનીની સાથે રહે છે, તે ખૂબ ઘડાય છે અને વધારે સ્વસ્થ રહે છે.
તેઓ જે કિસ્સા-કહાણીઓ અને અનુભવની ગાથાઓ પૌત્ર-પૌત્રીઓને સંભળાવે છે, તેનાથી બાળકોનું માર્ગદર્શન થાય છે અને તે સ્વાભાવિકપણે તેમના વિકાસમાં મદદરૂપ થાય છે.
ઘરમાં તણાવપૂર્ણ સ્થિતિને વડીલ વ્યક્તિ આસાનીથી સંભાળી લે છે. વૃદ્ધોની દેખરેખ તથા સેવા કરવાથી માત્ર તેમનું આરોગ્ય જ સારું થતું નથી, પણ સેવા કરનારાને ખુશી મળે છે.
આ ખુશીમાં જ આપણાં બધાંનું હિત વસેલું છે.
જો આજે તમે તમારાં બાળકોને દાદા-દાદી અથવા નાના-નાનીથી દૂર રાખશો, તેમની ઉપેક્ષા કરશો, તો આ સંસ્કાર તમારી આગલી પેઢીમાં પણ આવ્યા વિના રહેશે નહીં.
No comments:
Post a Comment